svvp11@yahoo.com 079-27910504

President Message

 

કિરીટ શાહ
પ્રમુખ

દક્ષેશ શાહ
મહામંત્રી

પ્રિય વૈષ્ણવ વણિક પરિવારજનો, (જયશ્રી કૃષ્ણ...)

દીપોત્સવ એટલે આનંદનો ઉત્સવ, પ્રસન્નાતાનું પર્વ અને પ્રકાશનો તહેવાર.

જેવી રીતે સૂર્ય પ્રકાશ આપે છે, સંવેદના કરુણા ને જન્મ આપે છે, પુષ્પ સદૈવ મહેંકતું રહે છે, બસ એવી જ રીતે આપ સૌ પરિવારજનોનો હર પલ અને હર દિન મંગલમય હો તેવી શુભેચ્છા અને શુભકામના સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર તરફથી પાઠવીએ છીએ. દિવાળીએ ફક્ત તહેવારોને ઉજવવાનો દિવસ નથી, પરંતુ ઉત્સવોનું સ્નેહ સંમેલન છે. ધનેતરસ, કાળી ચૌદસ, દિવાળી, નુતન વર્ષ અને ભાઈ બીજ એમ પાંચેય ઉત્સવો ઉરમાં ઉલ્લાસ સાથે મહાન ભારત દેશની સાંસ્ક્રૃતિક વિચારધારા નું નિદર્શન કરાવે છે.

માનજીવન માં જ્યાં અંધકાર, અહંકાર અને અજ્ઞાન હોય ત્યાં આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનું સિંચન કરે છે. સંસ્કાર અને સંસ્કૃતિ ના જતન અને સંવર્ધન નો મહા ઉત્સવ છે. ખીલવા અને ખરવા ની વચ્ચે મહેંકવા નો શુભ અવસર પ્રદાન કરે છે. ભારતીય સંસ્કૃતિ મુજબ તહેવારો માનવ જીવન માં હળવાશ અને મોકળાશ લાવવાનું કાર્ય કરે છે. એકધારી ચાલતી જિંદગી માં તહેવારો પ્રેમ, સ્નેહ અને લાગણીનું પ્રાગટય કરે છે.

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP) આપ સૌના સાથ અને સહકારથી ધીમી પરંતુ મક્કમ ગતિથી વિકાસ ની તરફ આગેકૂચ કરી રહ્યું છે. વિવિધ લોકોપયોગી કાર્યક્રમ અને યોજના ના સબળ મધ્યમથી છેવાડાના પરિવારજન ને સુખાકારી પ્રાપ્ત થાય તે માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યું છે. મકકમ ઈરાદા અને પ્રચંડ પુરુષાર્થ ની સાથોસાથ સહિયારો પ્રયાસ સમાજને ચોક્કસ વિકસિત કરે છે.

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર શિક્ષણ, આરોગ્ય, રોજગારી, પરસ્પર પહેચાન ના કાર્યક્રમો સાથે વૈશ્વિક પહેચાન બનાવવા આગે કદમ માંડી રહ્યું છે, તે સૌ માટે ગૌરવ ની વાત છે. ગુજરાત મૂળના વૈષ્ણવ વણિકો માટે સમગ્ર ગુજરાત, દેશમાં અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્થાન પ્રસ્થાપિત કરવાની કોશિક કરે છે.